જામનગરની જાણીતી રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત મળી, ગ્રાહકની ફરિયાદ બાદ રેસ્ટોરન્ટ સીલ કરાયું, જુઓ Video
જામનગરના પટેલ નગરમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત મળી આવતા. એક ગ્રાહકે મહાનગરપાલિકામાં ફરિયાદ કર્યા બાદ, રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા જ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ અને રેસ્ટોરન્ટના માલિક સામે કાર્યવાહી કરી.
જામનગરના પટેલ નગરમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત મળી આવતા. એક ગ્રાહકે, મહાનગરપાલિકામાં ફરિયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા જ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ અને રેસ્ટોરન્ટના માલિક સામે કાર્યવાહી કરી અને રેસ્ટોરન્ટને સીલ કરી દીધું.
રેસ્ટોરન્ટ બે દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જામનગર મહાનગરપાલિકાની હેલ્થ ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ કરવામાં આવે, સ્ટાફના મેડિકલ રિપોર્ટ લેવામાં આવે અને પાણીનું પણ પરીક્ષણ કરાવવામાં આવે. અસ્વચ્છ રસોડાની સફાઈ કરવી પડશે, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને માહિતી આપવી પડશે, ત્યારબાદ રેસ્ટોરન્ટનું સીલ ખોલવામાં આવશે.
શું તમે જાણો છો કયો આલ્કોહોલ કુદરતી છે? જાણવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 17, 2025 07:59 PM
