બનાસકાંઠામાં વાયરલ ફીવરનું તાંડવ ! હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, 5 દિવસમાં 40 હજારથી વધુ ઓપીડી નોંધાઈ

|

Aug 06, 2022 | 7:46 AM

એકતરફ રાજ્યમાં કોરોના વાયરસનો ફફડાટ છે તો બીજી બાજુ બનાસકાંઠામાં (Banaskantha) વધતા વાયરલ ફીવરના કેસે ચિંતા વધારી છે.

રાજ્યમાં એકતરફ કોરોનાના કેસ(Corona Case)  વધતા જઈ રહ્યા છે. તો બીજીબાજુ વાયરલ ફીવરને (viral fever) પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે. પાલનપુર (palanpur) સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરે એવો તો તાંડવ કર્યો કે 5 દિવસમાં 40 હજારથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે.તો વાયરલ ફીવરની સાથે તપાસમાં સ્વાઈન ફ્લૂના કેસ (Swine flu case) પણ સામે આવી રહ્યા છે.જેમાં સંક્રમિત સગર્ભાનું પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર જિલ્લામાં (banaskantha district) ફફડાટ ફેલાયો છે.

સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 1200થી વધુ ઓપીડી નોંધાઇ

સિવિલ હોસ્પિટલમાં (Civil hospital) દિવસ દરમિયાન 1200થી વધુ ઓપીડી નોંધાઇ રહી છે જેમાં મુખ્યત્વે તાવ,શરદી અને માથાના દુખાવાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે, ત્યારે આ સ્થિતિમાં તબીબોએ (Doctors) પણ લોકોને સલાહ આપી છે કે સામાન્ય શરદી તાવ હોય તો પણ તપાસ જરૂરથી કરાવવી જોઈએ.રોગચાળાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગે 1 હજાર ટીમ બનાવી સમગ્ર જિલ્લામાં સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી છે. તો આરોગ્ય વિભાગે (health department) પણ તમામ હોસ્પિટલમાં તાકીદે સારવારની તમામ સુવિધા રહે તેની ચિંતા કરી છે.રાજ્યમાં ફેલાતા કોરોના અને સ્વાઈન ફ્લૂ તેમજ વાયરલ ફીવરને પગલે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. તેમજ બાળકોના સ્વાસ્થ્યની (health) વિશેષ ચિંતા કરવામાં આવશે તો મોટું જોખમ ટાળી શકાય છે.

Published On - 7:45 am, Sat, 6 August 22

Next Video