Gujarati Video : ભારે વરસાદ બાદ મહીસાગર જિલ્લાના રોડ-રસ્તા તૂટયા, સ્થાનિકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર
મહીસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલા કોતર પરનો નાળો સામાન્ય વરસાદમાં જ ધોવાઇ ગયો છે. મુખ્ય માર્ગ પર આવેલો નાળો પાણીના વહેણમાં જ ધોવાઇ ગયો છે. રસ્તો વચ્ચોવચથી ધોવાઇ જતા વાહન ચાલકોની અવરજવર બંધ થઇ ગઇ છે.
Mahisagar : મુશળધાર વરસાદ (Rain) બાદ મહીસાગર જિલ્લાના રોડ-રસ્તા તૂટવાના શરૂ થઇ ગયા છે. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલા કોતર પરનો નાળો સામાન્ય વરસાદમાં જ ધોવાઇ ગયો છે. મુખ્ય માર્ગ પર આવેલો નાળો પાણીના વહેણમાં જ ધોવાઇ ગયો છે. રસ્તો વચ્ચોવચથી ધોવાઇ જતા વાહન ચાલકોની અવરજવર બંધ થઇ ગઇ છે. જો કે જીવના જોખમે પાણી ભરેલા નાળામાં ઉતરીને સ્થાનિકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. નાળાનું ધોવાણ થતા ગ્રામજનોનો સંપર્ક પણ તૂટી ગયો છે. સ્થાનિકોએ માગ કરી છે, કે રસ્તાની કામગીરી જલ્દી જ કરવામાં આવે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો