Mehsana : બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલ તલાટીઓએ DDOની કારણદર્શક નોટિસનો જવાબ ન આપતાં DDOએ TDO પાસે માંગ્યો ખુલાસો, જુઓ Video
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ગેરહાજર રહેલા તલાટીઓને આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે.
Mehsana : બિપરજોય વાવાઝોડા (cyclone biparjoy) દરમિયાન તલાટીઓને પોતાના વિસ્તારમાં હાજર રહેવા આદેશ કરાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જિલ્લાના 28 તલાટીઓ પોતાના વિસ્તારમાં હાજર ન હોતા. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગેરહાજર રહેલા તલાટીઓને DDOએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.
આ પણ વાંચો Mehsana : વિભાગીય નાયબ નિયામક ડો. સતિષ મકવાણાએ વિજાપુર મેડિકલ કેમ્પની મુલાકાત લીધી
જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી નોટિસના 25 દિવસ બાદ પણ 28માંથી 22 તલાટીઓએ ખુલાસો ન આપતાં હવે TDOને નોટિસ આપવામાં આવી છે. મહેસાણામાં તલાટીઓ DDOની નોટિસોને ઘોળીને પી જતાં હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 7 TDOને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
