ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક અભ્યુદય સંમેલન યોજાયું હતુ.અડધી રાત્રે મળેલા સંમેલનમાં મોટા નેતાઓ સહિત હજારો લોકો સામેલ થયા હતા.સમાજમાંથી કુરિવાજોને તિલાંજલી આપવા સૌ સંમત દારૂ સહિતના દુષણોથી દૂર રહેવા ઠાકોર સમાજને અપીલ કરવામાં આવી હતી.અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ઠાકોર સમાજના બંધારણમાં જાન કે મામેરામાં DJ લઈ જવું નહીં. વધુમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ વધારાની રસમ બંધ કરવામાં નિયમ ઘડવામાં આવ્યો હતો. જેની નકારાત્મક અસર DJ માલિકો અને કલાકારો પર થઈ છે. જેને લઇને ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે ગેનીબેનને રજુઆત કરી.
ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે DJ અંગે કરી રજૂઆત કરી હતી. ગેનીબેનને રજૂઆત કરતાં કહ્યું, DJવાળા મિત્રોના ફોન આવ્યા એટલે આપને વિનંતી કરું છું. DJથી એમના ઘર ચાલતા હોવાથી ફેરવિચારણા કરવા વિનંતી કરી. આગેવાનો મળીને DJના નિયમ અંગે ફરી વિચાર કરે તેવો અનુરોધ કર્યો હતો.વિક્રમ ઠાકોરની રજૂઆતને લઈ સાંસદ ગેનીબેને સ્ટેજ પરથી જવાબ આપતા કહ્યું કેબંધારણ કોઈ એક વ્યક્તિનું નથી. તેથી આવતા વર્ષે બંધારણની વર્ષગાંઠ પર સામાજ ભેગો થાય. ત્યારે આ મુદ્દે રજૂઆત કરજો.