કોંગ્રેસે (Congress) પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani) પર 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચાર (Corruption)ના લગાવેલા આરોપો સામે તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, જેથી આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની આ ચાલ છે.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપોનો આખરે વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે. વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દાવો કર્યો કે, 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે. વિજય રૂપાણીએ કોઈપણ જાતની તપાસ માટેની તૈયારી દર્શાવી છે.. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, સાંચને ક્યારેય આંચ આવતી નથી. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે,નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, જેથી આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની આ ચાલ છે.
500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર
કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા @INCGujarat ની ચાલ
500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે pic.twitter.com/KRrQUmmoLh— Vijay Rupani (@vijayrupanibjp) February 22, 2022
મહત્વનું છે કે, કોંગ્રેસના સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ વિજય રૂપાણીએ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તપાસની માગ કરી હતી.
કોંગ્રેસના આ તમામ આક્ષેપોને વિજય રૂપાણીએ ફગાવી દીધા છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે, એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે?
આ પણ વાંચો-
આ પણ વાંચો-