Video : Surat માં ઉત્તરાયણ પર્વે ઉમેરાયું નવું નજરાણું, જ્વેલર્સે બનાવી ચાંદીની ફીરકી અને પતંગ
દુનિયામાં સુરતીઓએ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા એક જ્વેલર્સે ચાંદીની ફીરકી અને પતંગ બનાવ્યો છે . જ્વેલર્સ વેપારીએ બનાવેલી ચાંદીની ફીરકી અને પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે
ઉત્તરાયણના પર્વ પર રંગબેરંગી પતંગો હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ પ્રસંગ હોય કે તહેવાર ખાણીપીણી હોય કે પછી પ્રવાસ દરેક પળને અલગ અંદાજમાં ઉજવણી કરવાને કારણે દુનિયામાં સુરતીઓએ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા એક જ્વેલર્સે ચાંદીની ફીરકી અને પતંગ બનાવ્યો છે. જ્વેલર્સ વેપારીએ બનાવેલી ચાંદીની ફીરકી અને પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે. વેપારીએ આ ખાસ પતંગ પોતાના પ્રિયજનને આપવા માટે તૈયાર કરાવી છે. પરંપરા મુજબ ઉત્તરાયણના પર્વ પર ભેટ સ્વરૂપ પતંગ અને ફીરકી આપવામાં આવતી હોય છે.
જેમાં 1000 વાર સુધીનો દોરો પણ લપેટી શકાય છે
ચાંદીની મોટી પતંગ 350 ગ્રામમાં તૈયાર થઈ છે જેની કિંમત 35 થી 40 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે નાની પતંગ માત્ર 7 ગ્રામથી લઈને 125 ગ્રામ સુધી તૈયાર કરાઇ છે.જેની કિંમત 20 હજાર રૂપિયા સુધી છે..ચાંદીની પતંગ બનાવનાર વેપારીએ કહ્યું કે રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવ પર લોકો પ્રિયજનોને પતંગ ભેટમાં આપતા હોય છે ખાસ કરીને લગ્ન સમારોહમાં પણ પતંગ ઉપહાર તરીકે અપાય છે..એક મહિનાની મહેનત બાદ આ પતંગ અને ફીરકી તૈયાર કરવામાં આવી છે.જેમાં 1000 વાર સુધીનો દોરો પણ લપેટી શકાય છે અને લોકો આ ફિરકીને વાપરી પણ શકે છે.