Video: સુરત: VHPના મંત્રી અને તવશ્ય હોસ્પિટલના સંચાલક પ્રિતેશ પ્રજાપતિ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ

|

Feb 18, 2023 | 11:25 PM

Surat: સુરત જિલ્લા VHP મંત્રી અને તવશ્ય હોસ્પિટલના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે ભાગીદાર પેઢીએ લીધેલી લોન એનપીએ થતા મિલક્ત સિઝ કરવાનો આદેશ થયો હતો. જેમાં તેમણે ઓળખાણ હોવાથી મિલકત સિઝ નહીં થાય તેવુ ખોટુ આશ્વાસન આપ્યુ હતુ.

સુરત જિલ્લા VHP મંત્રી અને તવશ્ય હોસ્પિટલના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રિતેશ પ્રજાપતિ સામે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. તેમણે ભાગીદાર પાસે 2.50 લાખ રૂપિયા લીધા હતા. ભાગીદાર પેઢીએ લીધેલી લોન એનપીએ થતા મિલકત સિઝ કરવાનો આદેશ થયો હતો. જેમાં તેમણે ઓળખાણ હોવાથી મિલકત સિઝ નહીં થાય તેવુ ખોટુ આશ્વાસન આપ્યુ હતુ. આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.

ઓડિશાથી આવતી ટ્રેનમાંથી SOG એ ઝડપ્યો 2 લાખની કિંમતનો ગાંજો

આ તરફ સુરતમાં ઓડીશાથી ટ્રેનમાં આવી ટ્રાવેલિંગ બેગમાં ગાંજાની ડીલવરી કરે તે પહેલા એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે 2.06 લાખની કિમતનો 20.696 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન માહિતીના આધારે વરાછા જાડા બાવાના ટેકરા પાસેથી આરોપી એ.કૈલાસ એ.કામા પાત્રાને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

પોલીસે તેની પાસે રહેલી ટ્રાવેલિંગ બેગમાં તપાસ કરતા તેમાંથી 2.06 લાખની કિંમતનો 20.696 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ગાંજો તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 2.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Video