Video : રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 7 ગુના નોંધાયા

Video : રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 7 ગુના નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 7:28 PM

રાજકોટમાં પણ વ્યાજખોરોએ  આતંક મચાવ્યો છે.જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DCP ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરોને ડામવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કડક કાર્યવાહી માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે.

રાજકોટમાં પણ વ્યાજખોરોએ  આતંક મચાવ્યો છે.જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DCP ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરોને ડામવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કડક કાર્યવાહી માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે.જે અંતર્ગત વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 મળીને કુલ 7 ગુના નોંધવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજકોટ શહેર પોલીસ વ્યાજના વિષચક્રનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા વધુ લોક દરબારનું પણ આયોજન કરી રહી છે.

આમ પોલીસે હવે વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકો અને પરિવારોને બચાવવા એક ખાસ અભિયાન ઉપાડ્યું છે જેમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે.વધુને વધુ લોકો જાગૃત થાય એવો પ્રયાસ પોલીસ કરી રહી છે. સાથે જ વ્યાજખોરોને પણ સકંજામાં લઈને પોલીસે સરાહનિય કામગીરી શરૂ કરી છે.

આ ઉપરાંત, સુરતમાં વ્યાજના વિષચક્રમાંથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા પોલીસ વિશેષ ડ્રાઈવ ચલાવી રહી છે. જે અંતર્ગત સચિન GIDC પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા છે અને 14 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સચિન GIDC પોલીસે 10 અને સચિન પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ કરી. આ શખ્સો નાના ધંધાર્થીઓને મહિને 15 ટકા વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ પરેશાન કરતા હતા. જો 10 હજાર વ્યાજે આપ્યા હોય તો વ્યાજપેટે રૂપિયા 2 હજાર પહેલેથી જ કાપી લેતા. ત્યારબાદ રોજેરોજ વ્યાજ વસૂલ કરતા હતા અને જો વ્યાજના રૂપિયા ન આપે તો ધાકધમકી આપીને હેરાન કરતા હતા. પોલીસે આવા નાના ધંધાર્થીઓ, શાકભાજીની લારીવાળા અને કટલરી વેચતા લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા છે.

Published on: Jan 06, 2023 07:10 PM
g clip-path="url(#clip0_868_265)">