Video : Vadodara માં વ્યાજખોરોની પેઢી, ઓફિસો પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા
ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.ત્યારે વડોદરામાં તો પોલીસે એક કદમ આગળ વધીને વ્યાજખોરોની પેઢી અને ઓફિસ પર સર્ચ હાથ ધર્યું છે.વડોદરામાં વ્યાજખોરોની પેઢી, ઓફિસો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. જેમાં ફરિયાદના આધારે વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસ પર ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું હતુ
ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.ત્યારે વડોદરામાં તો પોલીસે એક કદમ આગળ વધીને વ્યાજખોરોની પેઢી અને ઓફિસ પર સર્ચ હાથ ધર્યું છે.વડોદરામાં વ્યાજખોરોની પેઢી, ઓફિસો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. જેમાં ફરિયાદના આધારે વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસ પર ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું હતુ.ક્રાઇમ બ્રાન્ચે વ્યાજખોરની ઓફિસે નાણાકીય લેવડ દેવડના હિસાબો અને સંપત્તિના દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
આ ઉપરાંત, વડોદરામાં વ્યાજખોરોના ત્રાસ અને દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકદરબારમાં વ્યાજખોરોથી ત્રસ્ત એક ફરિયાદીએ કહ્યું કે, વ્યાજખોરોએ તેને નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ તેમ કહ્યું હતું. આ સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને વ્યાજખોરને ઝડપવા તાત્કાલીક કાર્યવાહી હાથધરી હતી. રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવત સહિત ત્રણ આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી હતી.
વડોદરા પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં પાછલા ચાર દિવસમાં પોલીસે અંદાજે 10 લોક દરબારનું આયોજન કર્યું.જેમાં રાવપુરાની વિસ્તારની એક જ પેઢી સામે ચાર ફરિયાદ મળી. જે બાદ પેઢીના ચારેય આરોપીની મિલકત અને સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની મિલકત સામે મની લોન્ડરિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજખોરો સામેની તપાસ કાર્યવાહીમાં હવે ઈડી તથા ઈન્કમટેક્સ પણ જોડાશે,
વડોદરા પોલીસે વિવિધ વિસ્તારોમાં વ્યાજખોરો સામે સાત જેટલા ગુના નોંધ્યા છે..,, અને ચાર વ્યાજખોર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે