Banaskantha : દાંતાની ચિખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશામાં ધૂત પહોંચ્યો, Videoમાં જુઓ નશામાં ઝૂલતા શિક્ષકની હાલત

| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:46 PM

બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે શિક્ષક અજય પટેલ રીતસરનો લથડિયા ખાતો જોવા મળ્યો છે. અને શાળાની અન્ય મહિલા શિક્ષક સાથે કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યો છે.

Banaskantha : વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ગુરૂનું આચરણ આદર્શ હોવું જોઈએ. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે શિક્ષક અજય પટેલ રીતસરનો લથડિયા ખાતો જોવા મળ્યો છે. અને શાળાની અન્ય મહિલા શિક્ષક સાથે કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યો છે.

આ પણ વાંચો : Banaskantha Video : દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું, પાણીનો પ્રહાર વધતા રોડ પર પડી તિરાડો

આ અવાર-નવાર નશો કરીને આવતા શિક્ષકની અયોગ્ય વર્તણૂંકની વિદ્યાર્થીઓએ વાલીઓને ફરિયાદ કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં શાળામાં પહોંચેલા વાલીઓએ જોરદાર હંગામો મચાવ્યો છે અને લથડિયા ખાતા શિક્ષકને શાળામાંથી હાંકી કાઢ્યો છે. નશામાં ઝૂલતા શિક્ષકનો વીડિયો વાયરલ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જેના આધારે લથડિયા ખાતા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો