Video : સુરતમાં ફ્રી ફાયર ગેમના ઝઘડામાં કિશોરની હત્યા થયાનો ઘટસ્ફોટ, ત્રણ માસ પૂર્વે નોંધાઇ હતી ફરિયાદ

|

Jan 21, 2023 | 7:15 PM

સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં 3 મહિના અગાઉ થયેલા કિશોરના મોત અંગે મોટો ખુલાસો થયો છે. ફ્રી ફાયર ગેમના ઝઘડામાં જ કિશોરની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. 3 મહિના અગાઉ રમતા રમતા કિશોરનું મોત થયાની ફરિયાદ નોંધાઈ હતી. અને પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં 3 મહિના અગાઉ થયેલા કિશોરના મોત અંગે મોટો ખુલાસો થયો છે. ફ્રી ફાયર ગેમના ઝઘડામાં જ કિશોરની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. 3 મહિના અગાઉ રમતા રમતા કિશોરનું મોત થયાની ફરિયાદ નોંધાઈ હતી. અને પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું કારણ આવવાનું બાકી હતુ. એવામાં મૃતકની માતાએ કિશોરના મિત્ર વિરુદ્ધ શંકા સેવીને હત્યા થયાની ફરિયાદ નોંધાવી હતી.

કરાટેના જાણકાર મિત્રના ભાઈએ કિશોરનું ગળું પકડી માથામાં મુક્કો મારતાં તેનું મોત નીપજ્યું

જે દિશામાં પોલીસે તપાસ કરતા કિશોરની હત્યા તેના જ મિત્રએ અને તેના ભાઈએ સાથે મળીને કરી હોવાનું ખુલ્યું હતું. ફ્રિ ફાયર ગેમમાં હાર-જીત મામલે મૃતક કિશોર અને તેના મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કરાટેના જાણકાર મિત્રના ભાઈએ કિશોરનું ગળું પકડી માથામાં મુક્કો મારતાં તેનું મોત નીપજ્યું હતું.

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી

આ દરમ્યાન, સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે, ત્યારે પોલીસે વધુ આઠ વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ તમામ વ્યાજખોરોને અમદાવાદ, નડીયાદ અને વડોદરાની જેલમાં મોકલાયા છે.

મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો છે. અને કડક કાર્યવાહી ચાલી રહી છે.છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે.જેમાંથી 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Video: વ્યાજખોરી ડામવા Ahmedabad પોલીસનો નવતર પ્રયોગ, પોલીસ સ્ટેશન બહાર ફરિયાદ પેટી મુકાઇ

Next Video