Video: રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટનું એપ્રિલ મહિનામાં થશે લોકાર્પણ, 97 ટકા કામગીરી પૂર્ણ

|

Jan 23, 2023 | 10:40 PM

Rajkot: ગુજરાતનો સૌથી મોટો રનવે ધરાવતા હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટનું 97 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. ઍરપોર્ટની કામગીરી અંગે નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે સમીક્ષા કરી હતી. જેમા 1લી ફેબ્રુઆરીએ ટેસ્ટિંગ ફ્લાઈટ પણ રનવે પર ઉતારાશે.

ગુજરાતનો સૌથી મોટો રનવે ધરાવતા હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટનું 97 ટકા કામ પૂર્ણ થયુ છે. આ ઍરપોર્ટમાં એપ્રિલ મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે, નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે ઍરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. 1લી ફેબ્રુઆરીએ ફ્લાઈટ ટેસ્ટિંગ બાદ મોટી ફ્લાઈટ ઉતારવામાં આવશે. હાલ ટર્મિનલ 1 બનીને તૈયાર છે અને ટર્મિનલ 2નું કામ ચાલી રહ્યું છે. DGCI દ્વારા 15 દિવસમાં તમામ NOC આપ્યા બાદ લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવશે.

હિરાસર ઍરપોર્ટ એપ્રિલમાં કાર્યરત થાય તેવી શક્યતા

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબ ગુજરાતનું સૌથી મોટુ રનવે અહીં તૈયાર થવાનું છે. 9 જાન્યુઆરીએ ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેના પિક્ચર્સ પણ રિલિઝ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી સારી પ્રગતિ થઈ છે. ટેમ્પરરી ટર્મિનલ પણ મોટાભાગે તૈયાર જ છે. એક મહિનાની અંદર તે પણ કાર્યરત કરી દેવાની તૈયારી છે. ફાયર સ્ટેશન પણ તૈયાર થઈ ગયુ છે. બે ત્રણ મહિનાની અંદર ઍરપોર્ટ કાર્યરત કરી દેવાય તે રીતની શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Video: રાજકોટમાં તૈયાર થઈ રહેલા હિરાસર ઍરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે, 2-3 મહિનામાં ઍરપોર્ટ શરૂ કરાશે

આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી 100 ટકા, બાઉન્ડરી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા પૂર્ણ થઈ છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Published On - 10:36 pm, Mon, 23 January 23

Next Video