Video : સુરતમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી

Video : સુરતમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 11:50 PM

સુરતમાં કાપડ અને ડાઇંગ મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે.ગિરધારીલાલ ભાદુ, રાજન કશ્યપ અને વિશાલ ખેની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે

સુરતમાં કાપડ અને ડાઇંગ મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે.ગિરધારીલાલ ભાદુ, રાજન કશ્યપ અને વિશાલ ખેની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે તેઓએ ખોટી રીતે માલની ખરીદી કરી હતી અને માલની ખરીદી બાદ વેપારીઓને રૂપિયા ન ચૂકવી છેતરિંડી આચરી હતી. જેમા લગભગ 14 લોકો સાથે 2.28 કરોડની છેતરપિંડી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે એક યુવક યુવતીની ધરપકડ કરી

આ ઉપરાંત, સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે એક યુવક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57, 996 રૂપિયાની મત્તા કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓ હિમાચલથી આ ચરસનો જથ્થો લાવ્યા હોવાની કબુલાત કરી હતી. મહત્વની વાત તો એ છે કે હિમાચલમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોટી તારીખમાં હાજર થયા બાદ પરત આવ્યા હતા ત્યાં ફરી ચરસના કેસમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા.

નશાનો કારોબાર કરતા ઝડપાયા

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નશાનો કારોબાર કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે એક યુવક યુવતી ચરસના જથ્થા સાથે સુરત શહેરમાં આવી રહ્યા છે. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત રેલ્વે સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. દરમિયાન માહિતી મળેલ મુજબના યુવક યુવતી સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી પસાર થતાં તેમને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : Video: નમાઝ વિવાદ મુદ્દે MSUમાં મળેલી હાઈપાવર કમિટીની બેઠક થઈ પૂર્ણ, નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના લેવાયા નિવેદન

Published on: Jan 17, 2023 11:49 PM
g clip-path="url(#clip0_868_265)">