Video: નમાઝ વિવાદ મુદ્દે MSUમાં મળેલી હાઈપાવર કમિટીની બેઠક થઈ પૂર્ણ, નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના લેવાયા નિવેદન

Vadodara: MS યુનિવર્સિટીમાં નમાઝ વિવાદ મુદ્દે મળેલી હાઈપાવર શિસ્ત કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના યુનિવર્સિટી પ્રવેશ પર કમિટીએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 9:42 PM

વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સંસ્કૃત ભવન બાદ હવે સાયન્સ ફેકલ્ટીમાં એક યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાયરલ થતા MS યુનિવર્સિટી સક્રિય થઈ ગઈ છે. યુનિવર્સિટીમાં હાઈપાવર શિસ્ત કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયન્સ ફેક્લ્ટીમાં નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા છે.

તપાસ ચાલે ત્યાં સુધી નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના યુનિ. પ્રવેશ પર લગાવાઈ રોક

શિસ્ત કમિટીએ કોઈ કાવતરાના ભાગરૂપે તો નમાઝ નથી પઢવામાં આવી તે અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી છે તથા નમાઝના વીડિયોની તપાસ કરી રહેલી કમિટીને આગામી બેઠકમાં રિપોર્ટ આપવા પણ આદેશ કર્યો છે. આ સાથે થોડા સમય પહેલા પોલીટેક્નીક પાસેથી ડ્રગ્સ સાથે પકડાયેલા વિદ્યાર્થીના પ્રવેશ પર કમિટીએ પ્રતિબંધ મુકી દીધો છે.

તપાસ પૂર્ણ થયા બાદ અથવા તો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી વિદ્યાર્થીના યુનિ. પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે તથા થોડા સમય પહેલા મારામારીનો ભોગ બનેલા વિદ્યાર્થી વતી યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે.

આ પણ વાંચો: Vadodara : MS યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ, બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ અદા કરતી જોવા મળી યુવતી

આ અગાઉ પણ એમ.એસ. યુનિવર્સિટીમાં નમાઝ પઢતા વિદ્યાર્થીઓનો વીડિયો સામે આવતા વિવાદ થયો હતો. કોમર્સ ફેકલ્ટી નજીક બે શખ્સો નમાઝ પઢતા હોવાની જાણ થતા યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડતી થઈ હતી અને બંને વિદ્યાર્થીઓને અટકાવીને તપાસ કરવામાં આવી. વિજિલન્સ તપાસમાં સામે આવ્યુ કે નમાઝ પઢતા બંને શખ્સો યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ છે અને S.Y.B.comમાં અભ્યાસ કરે છે. જેઓ પરીક્ષા આપવા આવ્યા હતા. વિજિલન્સે બંને વિદ્યાર્થીના કાર્ડ જપ્ત કરી સત્તાધીશોને રિપોર્ટ કર્યો હતો.

Follow Us:
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
g clip-path="url(#clip0_868_265)">