Video: રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષી કેસમાં હવે ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી, અરજદારે મેટ્રો કોર્ટના હુકમને પડકાર્યો

|

Feb 04, 2023 | 8:31 PM

Ahmedabad: રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષી કેસમાં તેમની મુશ્કેલી વધી શકે છે. આ કેસમાં મેટ્રો કોર્ટના હુકમને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો છે અને જે તે સમયના આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજદારે રજૂઆત કરી છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી. રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષી મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેમાં રોહન ગુપ્તાની જુબાની લેવા હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે. મહત્વનું છે કે, અમિત શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ હતી. રાહુલ ગાંધી પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી ચુક્યા છે. હવે 22 માર્ચે સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.

ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ પ્રચાર પ્રસારમાં જતા હતા. તેમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપમાં રાહુલ ગાંધીએ અમિત શાહને લઈને એક નિવેદન આપ્યુ હતુ. એ નિવેદન મામલે કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ બદનક્ષીની ફરિયાદમાં કેસની પ્રક્રિયા દરમિયાન રાહુલ ગાંધીએ પણ કોર્ટમાં હાજર રહી ચુક્યા છે. આ સમગ્ર કેસમાં જે તે સમયના આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાની જુબાની લેવાની પણ અરજદારે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: કંઈક આ અંદાજમાં સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, ભારત જોડોના નારાથી થયું સ્વાગત

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

જો કે મેટ્રો કોર્ટે આ અરજીન ફગાવી દીધી હતી. હવે આ જ મામલે વધુ એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. તેમા મેટ્રો કોર્ટના હુકમને પડકારવામાં આવ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Next Article