Video: બનાસકાંઠાના સીપુ ડેમમાં માત્ર 5 ટકા જ પાણી, ધાનેરા, ડીસા અને પાથાવાડાના 219 ગામોમાં પીવાના પાણીની તંગી

|

Jan 22, 2023 | 5:20 PM

Banaskatha: ભરશિયાળે સીપુ ડેમમાં માત્ર 5 ટકા જ પાણી છે. ધાનેરા, ડીસા અને પાથાવાડાના 219 ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.

ભરશિયાળે બનાસકાંઠાનો સીપુ ડેમ ખાલીખમ છે. સીપુ ડેમમાં માત્ર 5 ટકા જ પાણી છે ત્યારે સિંચાઈની વાત તો દૂર પરંતુ ધાનેરા, ડીસા અને પાથાવાડાના 219 ગામો પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠામાં વરસાદ નહીંવત થતા અને રાજસ્થાનમાં પણ ઓછા વરસાદને કારણે સીપુ ડેમમાં વરસાદી પાણીની પૂરતી આવક થઇ નથી. સીપુ ડેમમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે.

219 ગામ ખેતી માટે તથા પીવાના પાણી માટે સીપુ ડેમ પર આધાર રાખે છે. ત્યારે ખેડૂતો નર્મદાની મુખ્ય કેનાલમાંથી સીપુ ડેમમાં પાણી ભરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તો આ તરફ સ્થાનિકોની સમસ્યાને જોતા તંત્ર પણ સક્રિય થઇ ગયું છે અને દાંતીવાડાથી પાથાવાડા સુધી ઇમરજન્સી 22 કિલોમીટરની લાઇન નાખીને પાણી પુરૂ પાડવા પાણી પુરવઠા વિભાગે આયોજન કર્યું છે.

સીપુ ડેમમાં માત્ર 5 ટકા પાણી છે અને આ પાણી પીવા માટે ઉપયોગમાં થાય એવી પરિસ્થિતિ છે ત્યારે ડીસા પાથાવાડા અને ધાનેરાના 219 જેટલા ગામડાઓને સીપુ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પડાય છે પરંતુ માત્ર 5 ટકા પાણી હોવાને કારણે ઉનાળામાં પાણીની મુશ્કેલી સર્જાઈ શકે છે. જોકે પાણી પુરવઠા વિભાગ 219 ગામડાઓને પીવાના પાણી માટે દાંતીવાડા ડેમમાંથી અલગ સુવિધા ઉભી કરીને પીવાનું પાણી પૂરું પાડે છે.

આ પણ વાંચો: Gujarat weather: 24 કલાક બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો, બનાસકાંઠામાં ઠંડીનો પારો 9 ડિગ્રી સુધી જવાની વકી

નર્મદાની મુખ્ય કેનાલથી સીપુ ડેમમાં પણ પાણી નાખવા માટેની સરકારની યોજનાનું કામ પણ અત્યારે થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તેવું પાણી પુરવઠા વિભાગનું માનવું છે.

Next Video