Video : બનાસકાંઠા દાંતાના નાગેલ ગામે વ્યાજખોરે યુવક પર હિંસક હુમલો કરવાનો આરોપ

|

Jan 22, 2023 | 9:50 PM

બનાસકાંઠામાં દાંતાના નાગેલ ગામે વ્યાજખોર પર હિંસક હુમલાનો આરોપ લાગ્યો છે. રૂસ્તમ નામના શખ્સે જયંતીભાઇ નામના વ્યાજખોર પર હુમલાનો આક્ષેપ કર્યો છે. નાગેલ બસ સ્ટેશન પાસે રૂસ્તમ પર હિંસક હુમલો થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

બનાસકાંઠામાં દાંતાના નાગેલ ગામે વ્યાજખોર પર હિંસક હુમલાનો આરોપ લાગ્યો છે. રૂસ્તમ નામના શખ્સે જયંતીભાઇ નામના વ્યાજખોર પર હુમલાનો આક્ષેપ કર્યો છે. નાગેલ બસ સ્ટેશન પાસે રૂસ્તમ પર હિંસક હુમલો થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હુમલાને લઇને પીડિતે જણાવ્યું છે કે ગાય લાવવા માટે 1 લાખ રૂપિયા જયંતીભાઇ પાસેથી વ્યાજે લીધા હતા તથા 1 લાખના બદલામાં 3 લાખ ચૂકવ્યા બાદ પણ જયંતીભાઇ વ્યાજને લઇને ધમકી આપતા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ  વ્યાજખોરોને કડક  સંદેશો અને ચેતવણી  આપી હતી. તેમણે કહ્યું હતું કે  હવે સમય  એક્શનનો છે.  રાજ્ય ભરમાં કાળો કેર મચાવનારા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે તવાઇ બોલાવી છે.

ત્યારે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. હર્ષ સંઘવીનું માનવું છે કે અમાનવીય દ્રષ્ટિકોણથી જેમણે વ્યાજખોરી કરી છે તે જેલ હવાલે છે અને આગામી દિવસોમાં નિર્દોષ લોકોને લૂંટનારા તત્વો સામે કાર્યવાહી તેજ કરાશે.

આ  પણ વાંચો : Ahmedabad : વિધવા સહાય અપાવવાના બહાને દાગીના પડાવી લેનાર મહિલા આરોપીની ધરપકડ, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

 

Next Video