Video : દ્વારકામાં પતંગોત્સવનું આયોજન,13 દેશઅને 6 રાજ્યોના પતંગબાજો સામેલ થયા

|

Jan 10, 2023 | 8:01 PM

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પતંગોત્સવનું આયોજન કરાયું છે.રૂક્ષમણી મંદિર પાસે આવેલા વિશાળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું છે. જેમાં 13 દેશો સહિત 6 રાજ્યોના પતંગબાજોએ અવનવા પતંગથી કરતબ દેખાડી મહોત્સવનો માહોલ જમાવી દીધો છે.પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા યાત્રાળુઓનું પસંદગીનું સ્થળ છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ પતંગોત્સવની મજા લૂંટી રહ્યા છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પતંગોત્સવનું  આયોજન કરાયું છે.રૂક્ષમણી મંદિર પાસે આવેલા વિશાળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું છે. જેમાં 13 દેશઅને 6 રાજ્યોના પતંગબાજોએ અવનવા પતંગથી કરતબ દેખાડી મહોત્સવનો માહોલ જમાવી દીધો છે.પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા યાત્રાળુઓનું પસંદગીનું સ્થળ છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ પતંગોત્સવની મજા લૂંટી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે આવેલ વિશાળ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષ પણ પતંગ મહોત્સવ 2023નું આયોજન હેલીપેડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું . પતંગ મહોત્વના ભવ્ય આયોજનમાં 13 જેટલા દેશોના પ્રતિનિધી અને 6 જેટલા રાજ્યો ઉતરાખંડ પંજાબ સહિતના પ્રતિનિધી આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોચ્યા હતા. દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 શરૂ થયો હતો. તેમા જીલ્લા વહીવટી અધિકારીઓ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા

દેશ વિદેશથી આવતા પતંગ બાજો પોતાના કરબત સુંદર રંગ બેરંગી પતંગોથી આકાશને રંગીન બનાવી દીધુ હતુ. દેશ વિદેશથી આવતા પતંગબાજોને નિહાળવા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જેમા પતંગબાજો સાથે સેલ્ફિ લેવા લોકો તેમજ સ્કૂલના બાળકો પણ આ પતંગ મહોત્સવને માણવા આવ્યા હતા

Next Video