Video : જૂનાગઢના કેશોદના યુવાનને પોલીસે વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવ્યો
જૂનાગઢના કેશોદના અગતરાય ગામનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસે 5 વ્યાજખોર પૈકી મુખ્ય એક આરોપી રવિ ટાટમીયાની ધરપકડ કરી છે. અને અન્ય 4 આરોપીની શોધખોળ હાથધરી છે. સમગ્ર કેસની વાત કરીએ તો, ફરિયાદીએ 20 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ વધુ રકમ ચૂકવવા વ્યાજખોરોએ જમીન વહેંચવા મજબૂર કર્યો હતો.
જૂનાગઢના કેશોદના અગતરાય ગામનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસે 5 વ્યાજખોર પૈકી મુખ્ય એક આરોપી રવિ ટાટમીયાની ધરપકડ કરી છે. અને અન્ય 4 આરોપીની શોધખોળ હાથધરી છે. સમગ્ર કેસની વાત કરીએ તો, ફરિયાદીએ 20 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ વધુ રકમ ચૂકવવા વ્યાજખોરોએ જમીન વહેંચવા મજબૂર કર્યો હતો. અને જમીન વેચાણમાં મેળવેલી રકમમાંથી વ્યાજખોરોએ 22 લાખ પડાવ્યા હતા. છતાં યુવાનને વધારે પૈસા માટે ત્રાસ આપતા હતા.
જેમાં વ્યાજ ભરપાઈ ન કરતા એક વ્યાજખોરે બીજા વ્યાજખોરની મદદ લઈ ઉંચા વ્યાજે પૈસા આપી યુવાનને વધુ ફસાવ્યો હતો. જેમાં અગતરાયનો યુવાન વ્યાજખોરના ત્રાસથી સુરત ભાગી ગયો હતો. હાલ અગતરાય ગામના ફરિયાદીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે તપાસ હાથધરી છે અને ફરિયાદીને વ્યાજખોરોની ચુંગાલમાંથી કાઢવા કાર્યવાહી કરી છે.
રાજકોટમાં બેફામ વ્યાજ વસુલાત મુદ્દે હેમુ ગઢવી હોલમાં પોલીસે લોકદરબાર યોજયો
રાજકોટમાં હવે બેફામ વ્યાજ વસુલતા વ્યાજખોરોની ખેર નથી. શહેરમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. લોકો વ્યાજખોરોથી ભય મુક્ત બને તે માટે હેમુ ગઢવી હોલમાં પોલીસે લોકદરબાર યોજયો. વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે હેલ્પડેસ્કની રચના કરાઈ. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ બેંકના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા. લોક દરબારમાં પોલીસ કમિશનર, ડીસીપી અને તમામ વિસ્તારના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
