Video : રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

રાજકોટની પ્રકાશ સોસાયટીમાં પોતાના પરિવારજનો અને મિત્રો સાથે રૂપાણીએ પતંગ ઉત્સવ ઉજવ્યો હતો.વિજય રૂપાણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વખતે પવન સંપૂર્ણપણે ભાજપ તરફી છે.વિજય રૂપાણીએ કેજરીવાલ પર આક્ષેપ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ જનતા સમક્ષ ખુલ્લુ પડી ગયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 6:02 PM

ગુજરાતમાં આજે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી..રાજકોટની પ્રકાશ સોસાયટીમાં પોતાના પરિવારજનો અને મિત્રો સાથે રૂપાણીએ પતંગ ઉત્સવ ઉજવ્યો હતો.વિજય રૂપાણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વખતે પવન સંપૂર્ણપણે ભાજપ તરફી છે.વિજય રૂપાણીએ કેજરીવાલ પર આક્ષેપ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ જનતા સમક્ષ ખુલ્લુ પડી ગયું છે અને આપથી જનતાનો મોહ ભંગ થયો છે.

આ ઉપરાંત, રાજ્ય ભરમાં ઉત્તરાયણના પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે, ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ પતંગના પર્વ નિમિત્તે આકાશી પેચ લડાવ્યો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. સી આર પાટીલે સુરતમાં પતંગ ઉડાવી હતી. તેમણે ભાજપના કાર્યકરો સહિત ગુજરાતની જનતાને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો સાથે જ જનતાને સાવચેતી અને સલામતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી. તો ભાજપના કાર્યકરોને ઉત્તરાયણના પર્વ પર કોઇ ઇજાગ્રસ્ત થાય તો તેમને મદદરુપ થવા માટે તૈયારી રહેવા જણાવ્યુ હતુ.

આ દરમ્યાન રાજકોટમાં પતંગ ચગાવતી વખતે આધેડ નીચે પટકાયા હતા. તેમજ તેવો પતંગ ચગાવતી વખતે અગાસીથી નીચે પટકાયા હતા. આ ઘટના જેતપુરના રામજી મંદિર પાસેથી હતી જયા આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમજ આધેડને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા છે.

જ્યારે, સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ધામધૂમથી ઉતરાયણના પર્વને સવારથી જ ઉજવવાની શરૂઆત થઇ છે. સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે દાન-પુણ્ય કરીને મકરસંક્રાંતિની શરૂઆત કરી છે. મકરસંક્રાંતિના પર્વમાં પશુ પક્ષીઓ માટે દાન-પુણ્ય કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">