Video : વડોદરાવાસીઓ માટે સારા સમાચાર, કોર્પોરેશન 200-ઇ બસ દોડાવશે

Video : વડોદરાવાસીઓ માટે સારા સમાચાર, કોર્પોરેશન 200-ઇ બસ દોડાવશે

| Edited By: | Updated on: Jan 26, 2023 | 9:06 PM

વડોદરાવાસીઓ માટે સારા સમાચાર છે. શહેરને પ્રદુષણ રહિત બનાવવા માટે મનપા એ કર્યો છે મહત્વનો નિર્ણય...હવે પાલિકા શહેરમાં 200 ઈ-બસ દોડાવવા જઈ રહી છે.દોઢ વર્ષના આયોજનથી પાલિકાને રૂ.18 કરોડના ખર્ચથી મોટી રાહત થશે.જોકે શહેરી બસ સેવા માટે શહેરીજનોએ ઇલેક્ટ્રિક બસનું વધુ ભાડુ ચૂકવવુ પડી શકે છે

વડોદરા વાસીઓ માટે સારા સમાચાર છે. શહેરને પ્રદુષણ રહિત બનાવવા માટે મનપા એ કર્યો છે મહત્વનો નિર્ણય…હવે પાલિકા શહેરમાં 200 ઈ-બસ દોડાવવા જઈ રહી છે.દોઢ વર્ષના આયોજનથી પાલિકાને રૂ.18 કરોડના ખર્ચથી મોટી રાહત થશે.જોકે શહેરી બસ સેવા માટે શહેરીજનોએ ઇલેક્ટ્રિક બસનું વધુ ભાડુ ચૂકવવુ પડી શકે છે.એટલે કે બસના ભાડામાં વધારો થવાની શક્યતા છે. મનપા મેયર કેયુર રોકડીયાનો દાવો છે કે ટૂંકસમયમાં તેઓ શહેરમાં નવી 200 ઇ-બસો કાર્યરત કરશે.અને શહેરીજનોને શાંતિ સાથે સલામત અને પ્રદુષણ રહિત સવારી મળશે.

આ પણ વાંચો : Video : રાજકોટમાં પીએમ આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Published on: Jan 26, 2023 09:05 PM