Video : રાજકોટમાં પીએમ આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. પોલીસે અમિત ચૌહાણના નામના એક શખ્સની ધરપકડ કરી છે. જેણે સરકારી મકાન લેવા ઈચ્છતા લોકોને આવાસ યોજનાનું મકાન અપાવવાની લાલચ આપી હતી.
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. પોલીસે અમિત ચૌહાણના નામના એક શખ્સની ધરપકડ કરી છે. જેણે સરકારી મકાન લેવા ઈચ્છતા લોકોને આવાસ યોજનાનું મકાન અપાવવાની લાલચ આપી હતી. તેણે લોકો પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મ ભરાવ્યા હતા અને તેના પર કોર્પોરેશનના નકલી સહી-સિક્કા માર્યા હતા.જેના કારણે લોકોએ પણ તેના પર વિશ્વાસ મૂક્યો હતો.
જોકે થોડા જ દિવસોમાં તેની કરતૂતનો ભાંડો ફૂટી ગયો છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી નકલી સ્ટેમ્પ અને ફોર્મ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી આરોપીએ ચાર લોકો સાથે છેતરપિંડી કરી છે.
Latest Videos
Latest News