Video : અમદાવાદમાં એસજી હાઇવે પર બની રહેલા ફન બ્લાસ્ટમાં લાગી આગ, ભારે નુકસાન થયાનો અંદાજ

Video : અમદાવાદમાં એસજી હાઇવે પર બની રહેલા ફન બ્લાસ્ટમાં લાગી આગ, ભારે નુકસાન થયાનો અંદાજ

| Edited By: | Updated on: Jan 16, 2023 | 5:14 PM

આગની ઘટના વિશે ફાયર વિભાગે જણાવ્યુ હતુ કે બપોરના સમયે આ ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. આગની જાણકારી મળતા જ ઘટના સ્થળે એક ફાયર ફાયટર અને 9 ગજરાજ તેમજ 4 અધિકારી સહિતની ટીમ મોકલવામાં આવી હતી.

અમદાવાદમાં એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે બની રહેલા ફન બ્લાસ્ટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની 9 ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. 9 ગજરાજ સહિતની ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે ફન બ્લાસ્ટમાં ભારે નુકસાન થયુ છે.

આ પણ વાંચો- રખડતા ઢોરને નાથવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 50 હજારથી વધુ રખડતા આખલાઓનું કરાશે ખસીકરણ

આગની ઘટના વિશે ફાયર વિભાગે જણાવ્યુ હતુ કે બપોરના સમયે આ ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. આગની જાણકારી મળતા જ ઘટના સ્થળે એક ફાયર ફાયટર અને 9 ગજરાજ તેમજ 4 અધિકારી સહિતની ટીમ મોકલવામાં આવી હતી. ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાના કારણે ફન બ્લાસ્ટમાં ભારે નુકસાન થયુ છે. મહત્વનું છે કે, આગ કેવી રીતે લાગી અને કેટલુ નુકસાન થયુ છે તે મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- Kutch : કચ્છમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત, ભુજ તાલુકામાં 144 કલમ લાગુ, જુઓ, Video