Video : સુરતના કારના શો રૂમમાં આગ લાગી, ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે
સુરતના ઉધના વિસ્તારમાં હ્યુન્ડાઇ કારના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. જેના પગલે સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આગ કયા કારણસર લાગી તે અંગે કોઇ માંહિતી સાંપડી નથી.
સુરતના ઉધના વિસ્તારમાં હ્યુન્ડાઇ કારના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. જેના પગલે સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આગ કયા કારણસર લાગી તે અંગે કોઇ માંહિતી સાંપડી નથી. જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર શોરૂમમાં રહેલા નવા વાહનોમાં મોટા નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત આજે સુરતના ઉન પાટીયા કચરાના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જે સમગ્ર વિસ્તારના અફરા તફરી જોવા મળી હતી. આ આગ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો.