Gujarat weather: 48 કલાક બાદ પાટણ અને બનાસકાંઠામાં માવઠાની વકી, નલિયા 2.9 ડિગ્રી અને અમદાવાદ 8.6 ડિગ્રી સાથે ઠૂંઠવાયું
માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત છે કે જો માવઠું થશે તો તેમના શિયાળુ પાક ઉપર માઠી અસર પડી શકે છે. ખાસ કરીને ચણા, જીરુ, રાયડો વગેરે પાક ઉપર માવઠાને કારણે ખરાબ અસર પડી શકે છે.
હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 28 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠું થઈ શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના કારણે આ માવઠું થઈ શકે છે તેમ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે કોલ્ડ વેવની આગાહી કચ્છ તેમજ સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે સાથે જ ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે તેમજ જણાવવામાં આવ્યું હતું કે નલિયા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઠંડીનું જોર યથાવત રહેશે. દરમિયાન ગત રોજ ઠંડીનો પારો ઘણા શહેરોમાં 10 ડિગ્રીથી પણ નીચો ગયો હતો.
માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત છે કે જો માવઠું થશે તો તેમના શિયાળુ પાક ઉપર માઠી અસર પડી શકે છે. ખાસ કરીને ચણા, જીરુ, રાયડો વગેરે પાક ઉપર માવઠાને કારણે ખરાબ અસર પડી શકે છે. તેમજ માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાક ઉપર પણ અસર પડી શકે છે.
ગત રાત્રે વિવિધ જિલ્લામાં નોંધાયેલું તાપમાન
- અમદાવાદ 8.6 ડિગ્રી
- વડોદરા 11.6 ડિગ્રી
- અમરેલી 12. 8 ડિગ્રી
- ભૂજ 8.2 ડિગ્રી
- ડીસા 9.2 ડિગ્રી
- દીવ 11.6 ડિગ્રી
- દ્વારકા 14.1 ડિગ્રી
- ગાંધીનગર 7.7 ડિગ્રી
- જૂનાગઢ 16.2 ડિગ્રી
- કંડલા 10.2 ડિગ્રી
- નલિયા 2.9 ડિગ્રી
- ઓખા 17.4 ડિગ્રી
- પાટણ 7.5 ડિગ્રી
- પોરબંદર 8.5 ડિગ્રી
- રાજકોટ 8.5 ડિગ્રી