Video : રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ગગડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો

|

Jan 17, 2023 | 4:41 PM

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ગગડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ખેડૂત ખેતરમાં કમરતોડ મહેનત કરે છે, મોંઘા બિયારણ વાવે છે, મોંઘુ ડીઝલ અને ઊંચી મજૂરી ચૂકવીને ખેડૂત પોતાનો પાક તૈયાર કરે છે.. તેને આશા હોય છે કે મુશ્કેલી વેઠીને તૈયાર કરેલા પાકનો સારો ભાવ મળશે.

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ગગડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ખેડૂત ખેતરમાં કમરતોડ મહેનત કરે છે, મોંઘા બિયારણ વાવે છે, મોંઘુ ડીઝલ અને ઊંચી મજૂરી ચૂકવીને ખેડૂત પોતાનો પાક તૈયાર કરે છે.. તેને આશા હોય છે કે મુશ્કેલી વેઠીને તૈયાર કરેલા પાકનો સારો ભાવ મળશે. પરંતુ જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે તેમને નિરાશા સાંપડે છે..વેપારીઓ ખેડૂતોને વેતરવા તૈયાર જ બેઠા હોય છે.. ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ખેડૂતો સાથે પણ આવું જ થઈ રહ્યું છે.

ખેડૂતોને ખુલ્લા બજારમાં પ્રતિ મણના 1500થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યો છે.. જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે.. જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.. ખેડૂતોએ માગ કરી છે કે કપાસના ભાવ 2,000થી 2,200 રૂપિયા મળે તો જ તેમને પોસાય તેમ છે.

ખેડૂતોને યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા

આ પૂર્વે, ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂતોને પણ જે રીતે ભાવ ગગડી રહ્યાં છે, તેના કારણે પુરતા પોષણક્ષમ ભાવ નથી મળ્યા.. સારા ભાવની આશાએ મોંઘા બિયારણ ખરીદ્યા, જંતુનાશક દવાઓ છાંટી અને એક વીઘે અંદાજિત 15 થી 18  હજાર રૂપિયા સુધી ખર્ચ કરી ઉત્પાદન મેળવ્યુ. ત્યાર બાદ માર્કેટિંગ યાર્ડ સુધી મોટા ભાડા ચુકવી માલ વેચવા મુક્યો પરંતુ ખેડૂતોને યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા.

Next Video