Rajkot : વેક્સિનેશનને મળશે વેગ, આજથી રાજકોટના આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડનો પ્રિકોશન ડોઝ મળી રહેશે
મનપા પાસે વૅક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે. કોવીશિલ્ડના 6500 ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે. જેથી દરેક આરોગ્ય કેન્દ્રમાં 200 ડોઝ ફાળવાયા છે.
રાજકોટમાં પણ કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે. કોવીશિલ્ડનો પ્રિકોશન ડોઝ આજથી મળવાનું શરૂ થશે. મનપા પાસે વૅક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે. કોવીશિલ્ડના 6500 ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે. જેથી દરેક આરોગ્ય કેન્દ્રમાં 200 ડોઝ ફાળવાયા છે. કોરોનાના સંભવિત સંકટને જોતા ગત મહિને રાજકોટ મનપાએ રાજ્ય સરકાર પાસે વેક્સિનના ડોઝની માગ કરી હતી.
રાજ્ય સરકાર પાસે વેક્સિનના ડોઝની માગ કરી હતી
તો આ તરફ અમદાવાદમાં આજથી વૅક્સિનેશનની કામગીરી પૂરજોશમાં શરૂ થશે. આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટર પર વૉક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. કોર્પોરેશનના UHC સેન્ટર પર રસીકરણની કામગીરી કરાશે .આ માટે કોવીશિલ્ડ અને કોવેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. કોવીશીલ્ડના 25000 ડોઝ અને કોવેક્સિનના 18000 ડોઝનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે.
Latest Videos
Latest News