Video : મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવતી ગેંગનો આતંક સામે આવ્યો

|

Jan 17, 2023 | 11:40 PM

મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવતી ગેંગનો આતંક સામે આવ્યો છે.. મૂળ કેરળના ONGCના નિવૃત્ત અધિકારી સાથે છેતરપિંડી થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત અધિકારી જેકોબ વર્ગીસ બ્રહ્મકુલમનો આરોપ છે કે શેરબજારમાં રોકાણના નામે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાયા છે

મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવતી ગેંગનો આતંક સામે આવ્યો છે. મૂળ કેરળના ONGCના નિવૃત્ત અધિકારી સાથે છેતરપિંડી થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત અધિકારી જેકોબ વર્ગીસ બ્રહ્મકુલમનો આરોપ છે કે શેરબજારમાં રોકાણના નામે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાયા છે. આ રૂપિયા આરોપીઓએ તેમના મળતિયાના ખાતામાં જમા કરાવ્યા છે. તેમણે ICICI, HDFC, AXIS, SBI બેંકના 7 ખાતાધારકો સહિત 11 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તેઓ ખેરાલુ, અમદાવાદ, કલોલ, ઉધના, પાટણ અને દિલ્લી દરવાજાની બેન્કમાં ખાતા ધરાવે છે. જે લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેમાં સોમાભાઈ, જગદીશભાઈ, હિમાંશુ ભાવસાર, હિમાંશુ પટેલ નામના શખ્સોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મહેસાણામાં નાગલપુર ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. તલાટીએ આકારણી પત્રક માટે દાખલો બનાવવા 27 હજારની લાંચની માંગણી કરી હતી. જેમા તલાટી 27 હજારની લાંચનો પ્રથમ હપ્તો લેવા આવતા ACBએ છટકું ગોઠવી 15 હજારની લાંચ લેતા તલાટીને રંગેહાથ ઝડપી લીધો છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ત્રણ દિવસ બાદ કોરોનાના નવા 06 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 16એ પહોંચી

 

Next Video