Video : ગણતંત્ર દિવસને લઇને કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF એલર્ટ પર

|

Jan 22, 2023 | 4:37 PM

26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને લઇને કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF હાઇએલર્ટ પર છે. કચ્છ ક્રીક, રણ સરહદથી લઇ છેક રાજસ્થાનના બાડમેર સુધી BSF એલર્ટ મોડ પર છે.BSF 21 થી 28 જાન્યુઆરી સુધી ‘ઓપ્સ એલર્ટ’ અંતર્ગત વિવિધ એક્સરસાઇઝ કરશે.

Video : ગણતંત્ર દિવસને લઇને કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF એલર્ટ પર
Gujarat BSF Alert

Follow us on

26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને લઇને કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF હાઇએલર્ટ પર છે. કચ્છ ક્રીક, રણ સરહદથી લઇ છેક રાજસ્થાનના બાડમેર સુધી BSF એલર્ટ મોડ પર છે.BSF 21 થી 28 જાન્યુઆરી સુધી ‘ઓપ્સ એલર્ટ’ અંતર્ગત વિવિધ એક્સરસાઇઝ કરશે.BSF આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસના વિસ્તારો સાથે ક્રીક અને હરામી નાળા વિસ્તારમાં ખાસ ઝુંબેશ ચલાવશે.

ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સુરક્ષાદળો  દ્વારા સુરક્ષા વધારાઇ છે.

આ સાથે વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે અને બોર્ડર વિસ્તારમાં રહેતા લોકો સાથે પણ BSF મુલાકાત કરશે.મહત્વપૂર્ણ છે કે કચ્છના રણ અને ક્રીક વિસ્તારમાંથી અનેક વખત પાકિસ્તાની નાગરિકો ઘૂસણખોરી કરતા પકડાયા છે ત્યારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સુરક્ષાદળો  દ્વારા સુરક્ષા વધારાઇ છે.

બોટાદ રાજય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ રાજય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા સીએમ પટેલ બોટાદ પહોચશે

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા સીએમ પટેલ બોટાદ પહોચશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવા ઉપરાંત બોટાદ જિલ્લાની બે કોફી ટેબલ બુકનું વિમોચન કરશે.

આ પણ વાંચો :  ગાંધીનગર 22 થી 24 જાન્યુઆરી દરમિયાન G-20 બેઠકો માટે સજ્જ, દેશ વિદેશમાંથી મહાનુભાવો રહેશે હાજર

Published On - 4:32 pm, Sun, 22 January 23

Next Article