Video : પ્રજાસત્તાક પર્વે સાળંગપુર ખાતે કષ્ટ ભંજન દેવ તિરંગાના રંગમાં રંગાયા
74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટ ભંજન દેવ તિરંગાના રંગમાં રંગાયા.હનુમાન દાદાને તિરંગાના વાઘાથી શરણગારમાં આવ્યા.ભગવાન ખુદ જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.તો ભક્તો પણ દાદાનું દુર્લભ સ્વરૂપના દર્શન કરીને ધન્ય બન્યા
74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટ ભંજન દેવ તિરંગાના રંગમાં રંગાયા.હનુમાન દાદાને તિરંગાના વાઘાથી શરણગારમાં આવ્યા.ભગવાન ખુદ જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.તો ભક્તો પણ દાદાનું દુર્લભ સ્વરૂપના દર્શન કરીને ધન્ય બન્યા.ઉલ્લેખનીય છે કે ભારતનું આ એક માત્ર દેવસ્થાન છે જ્યાં રાષ્ટ્રગાનનું નિયમીત પઠન થાય છે.
આ ઉપરાંત 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી છે.બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ગુજરાત પોલીસની અલગ-અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.આ સાથે ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમ જ ડોગના કરતબ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કર્યા હતા.
આ પણ વાંચો : Porbandar : આ દેશભક્તિ ગજબ છે ! પોરબંદરમા શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન, 23 વર્ષની પરંપરા અકબંધ
