Video: ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીએ આપ્યુ રાજીનામુ, ચાન્સેલર આચાર્ય દેવવ્રતે કર્યો સ્વીકાર

Video: ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીએ આપ્યુ રાજીનામુ, ચાન્સેલર આચાર્ય દેવવ્રતે કર્યો સ્વીકાર

| Edited By: | Updated on: Jan 15, 2023 | 11:27 PM

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામુ આપ્યુ છે. કુલનાયક ખીમાણીના રાજીનામાનો વિદ્યાપીઠના ચાન્સેલર આચાર્ય દેવવ્રતે સ્વીકાર કર્યો છે. ડૉ રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને UGCએ અયોગ્ય ઠેરવી હતી.

અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામુ આપ્યુ છે. તેમના રાજીનામાનો વિદ્યાપીઠના ચાન્સેલર આચાર્ય દેવવ્રતે સ્વીકાર કર્યો છે. અગાઉ કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને UGCએ અયોગ્ય ઠેરવી હતી. ત્યારે UGCના નિર્ણય સામે ખીમાણી હાઈકોર્ટમાં ગયા હતા. જો કે હાઈકોર્ટે UGCની ભલામણને યોગ્ય ઠેરવી હતી. જેમા ભલામણ મુજબ ચાન્સેલર નિર્ણય લે તે પહેલા રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામુ આપ્યુ છે.

યુજીસીએ કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીની નિયુક્તિને ઠરાવી હતી અયોગ્ય

ડૉ રાજેન્દ્ર ખીમાણીની ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેની નિયુક્તિને યુજીસી દ્વારા અયોગ્ય ઠરાવવામાં આવી હતી અને યુજીસીએ ડૉ ખીમાણીને તાત્કાલિક કુલનાયક પદેથી હટાવવાની ભલામણ વિદ્યાપીઠના ચાન્સેલરને કરી હતી. જો કે યુજીસીની આ ભલામણ સામે ડૉ ખીમાણી ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા જેમા હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે, યુજીસીએ જે ભલામણ કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર યુજીસીની ભલામણના આધારે નિર્ણય કરે.

આ પણ વાંચો: Video: ઉત્તરાયણ પર્વ પર 108ના કેસમાં વધારો, અમદાવાદમાં દોરીથી ઈજા થવાના સૌથી વધુ 25 કેસ નોંધાયા, માર્ગ અકસ્માતના સુરતમાં 59 કેસ નોંધાયા

હાઈકોર્ટના આ આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવવાનો નિર્ણય લેવાય એ પહેલા જ તેમણે વિદ્યાપીઠના ચાન્સેલર આચાર્ય દેવવ્રતને રાજીનામુ આપ્યુ છે. ચાન્સેલરે પણ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. હવે વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉ ભરતભાઈ જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.