Rajkot News : હિન્દુ સંગઠનોએ ગરબા આયોજકોને કરી ટકોર, ફિલ્મી ગીત ન વગાડવા આપી સૂચના,જુઓ Video
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શહેરના અલગ અલગ ગરબા આયોજનોની મુલાકાત લઈને રાસ-ગરબામાં ફિલ્મી ગીતો ન વગાડવા માટે આયોજકોને ટકોર કરી હતી. બંજરંગ દળના કાર્યકરોએ અર્વાચીન રાસોત્સવની મુલાકાત લઈને આયોજકોને ફિલ્મી ગીતો ન વગાડવા અને હિન્દુ યુવતીઓનું રક્ષણ કરવા સૂચના આપી હતી.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શહેરના અલગ અલગ ગરબા આયોજનોની મુલાકાત લઈને રાસ-ગરબામાં ફિલ્મી ગીતો ન વગાડવા માટે આયોજકોને ટકોર કરી હતી. બંજરંગ દળના કાર્યકરોએ અર્વાચીન રાસોત્સવની મુલાકાત લઈને આયોજકોને ફિલ્મી ગીતો ન વગાડવા અને હિન્દુ યુવતીઓનું રક્ષણ કરવા સૂચના આપી હતી. આ સાથે ગરબાના સ્થળે વિધર્મીને પ્રવેશ ન મળે તે માટે આયજકોને સૂચના આપી હતી. નવરાત્રીના પવિત્ર તહેવારની ધાર્મિકતા અને સાંસ્કૃતિક શુદ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા હિન્દુ સંગઠનોએ ગરબા આયોજકોને ટકોર કરી હતી.
બીજી તરફ ઉલ્લેખનીય છે કે રાજકોટના નીલ સિટી ક્લબમાં નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગરબા અને માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ થતા વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે નવરાત્રિમાં પરંપરાગત ગરબા અને ધાર્મિક ગીતો પર રમવામાં આવે છે જ્યારે અહીં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.તો બીજી તરફ ગરબામાં ફિલ્મી ગીત પર ડાન્સથી બંજરંગ દળ અને સાધુ-સંતોમાં પણ નારાજગી સામે આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓને ઘટનાને વખોડી છે.
