Gujarati Video : AMCની બોર્ડની બેઠકમાં રોડ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને, કોંગ્રેસે લગાવ્યા આ ગંભીર આરોપ

Gujarati Video : AMCની બોર્ડની બેઠકમાં રોડ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને, કોંગ્રેસે લગાવ્યા આ ગંભીર આરોપ

| Edited By: | Updated on: May 16, 2023 | 9:38 AM

Ahmedabad News : બીજી તરફ વિપક્ષના આરોપોનું અમદાવાદના મેયરે ખંડન કર્યું છે. મેયર કિરીટ પરમારે વિપક્ષના તમામ આરોપોને ફગાવતા તમામ વહિવટ પારદર્શક હોવાનું રટણ કર્યું.

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાની બોર્ડની બેઠકમાં રોડ મુદ્દે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ આમને-સામને આવી ગયા હતા. વિપક્ષે સત્તા પક્ષ પર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો, તો સત્તા પક્ષે આરોપોનું ખંડન કર્યું. વિપક્ષનું કહેવું છે કે રોડના કરોડોના કામ વધુ ભાવ સાથે તાકીદમાં મંજૂર કરી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ કે રોડ બનાવવાનો મૂળ અંદાજ 324.77 કરોડનો હતો. જેમાં સત્તા પક્ષે દ્વારા 80.49 કરોડનો વધારો કરી 405.26 કરોડના રોડના કામો મંજૂર કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Gir Somnath : કથિત તાંત્રિક વિધિના નામે 93 લાખની ઠગાઇનો પર્દાફાશ , 10 લોકોની ધરપકડ

વિપક્ષના આરોપો વચ્ચે કોન્ટ્રાક્ટર અને કરવામાં આવેલા ભાવ વધારા પર એક નજર કરીએ તો અનંત પ્રોકોનને 18.35 ટકાનો વધારો અપાયો. એલ જી ચૌધરીને 26.50 ટકા, ફોર્ચ્યુંન બિલ્ડર્સને 21 ટકા, નારાયણ ઇન્ફ્રાના કુલ ચાર ટેન્ડર મળીને 26.50 ટકાનો વધારો આપવામાં આવ્યો. આ સિવાય મારુતિ કન્સ્ટ્રક્શનને 26.50 ટકા, રોલર સેન્ટરને 26.50 ટકા અને વિમલ કન્સ્ટ્રક્શનના બે ટેન્ડર મળીને 26.50 ટકાનો વધારો AMC દ્વારા આપવામાં આવ્યો છે. આમ કુલ ટેન્ડરની 324.77 કરોડની રકમમાં 80.49 કરોડના વધારા સાથે 405.26 કરોડના રોડના કામ મંજૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે.

બીજી તરફ વિપક્ષના આરોપોનું અમદાવાદના મેયરે ખંડન કર્યું છે. મેયર કિરીટ પરમારે વિપક્ષના તમામ આરોપોને ફગાવતા તમામ વહિવટ પારદર્શક હોવાનું રટણ કર્યું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us