Gir Somnath : વેરાવળમાં ડબલ મર્ડર કેસમાં સાયલેન્ટ કિલરે એનેસ્થેસિયા અને મોર્ફિનથી હત્યા કર્યાનો ખુલાસો, જુઓ Video
ગીર સોમનાથના વેરાવળમાં ચકચારી મચાવનાર ડબલ મર્ડર કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યા છે. સાયલેન્ટ કિલરે એનેસ્થેસિયા અને મોર્ફિનથી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. લૂંટના ઈરાદે હત્યા કરનારો સિરિયલ કિલર આખરે પોલીસ સકંજામાં આવ્યો છે.
ગીર સોમનાથના વેરાવળમાં ચકચારી મચાવનાર ડબલ મર્ડર કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યા છે. સાયલેન્ટ કિલરે એનેસ્થેસિયા અને મોર્ફિનથી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. લૂંટના ઈરાદે હત્યા કરનારો સિરિયલ કિલર આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. મૃતકના પરિજનોએ સાયલેન્ટ કિલરને કડક સજા મળે તેવી માગ કરી છે. મૃતકના પરિવારજનોએ હત્યારાને ફાંસીને સજા અથવા તો આજીવન કેદ થાય તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપીએ લૂંટના ઈરાદે મૃતકની હત્યા કરી હતી. જે આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે આરોપીએ એનેસ્થેસિયા અને મોર્ફિનથી હત્યા કરી હતી. જો કે આરોપીની ધરપકડ બાદ વેરાવળ પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું. અને હત્યાના કેસને લગતા વધુ પુરાવા મેળવવા તપાસ હાથ ધરી. મહત્વનું છે કે આરોપીએ એક બાદ એક એમ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે શ્યામ ચૌહાણે એએનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને પહેલી હત્યા કરી હતી. જ્યારે મોર્ફિનથી અન્ય હત્યાને અંજામ આપ્યો હતો.
