અમદાવાદમાં કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

|

Dec 28, 2021 | 8:31 PM

અમદાવાદ શહેરમાં વકરી રહેલા રોગચાળા પર નજર કરીએ તો ચાલુ માસમાં ડેન્ગ્યુના 134 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 127 કેસ નોંધાયા છે.

અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાની(Corona)  સાથે સાથે મચ્છરજન્ય (Vector Borne ) રોગચાળો વકર્યો છે. જેમાં શહેરની મોટા ભાગની હોસ્પિટલો(Hospital) દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ હોસ્પિટલમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આરોગ્ય તંત્રએ પણ આળસ ખંખેરી શહેરની વિવિધ કન્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા મચ્છરોના બ્રિડિંગ અટકાવવાના પગલા લેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં વકરી રહેલા રોગચાળા પર નજર કરીએ તો ચાલુ માસમાં ડેન્ગ્યુના 134 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 127 અને કમળાના 165 અને ટાઈફોડના 176 કેસ નોંધાયા છે. 252 કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોના બ્રિડિંગનું ચેકીંગ કરાયું હતુ તેમજ 127 સાઈટ પરથી બ્રિડિંગ મળતાં નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરોનું બ્રિડિંગ મળતાં 4.38 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય સાથે જ મચ્છર જન્ય રોગચાળો ઓછો થાય છે. જો કે આ વર્ષે આ વર્ષે ચોમાસા પછી પણ રોગચાળો હજુ યથાવત છે. જેમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા લોકો પરેશાન થયા છે, તેમજ આરોગ્ય તંત્ર દ્વારા જ મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.

જો કે લોકો હાલ તો કોરોનાના વધતાં કેસ વચ્ચે સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે. તેમજ ખાનગી ડોકટરોના ત્યાં સારવાર લઇ રહ્યા છે. જેના પગલે કોર્પોરેશનના રોગચાળાના આંકડા અને વાસ્તવિક આંકડાઓ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

Published On - 8:12 pm, Tue, 28 December 21

Next Video