Banaskantha : વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પ્રમુખ સામે માંડ્યો મોરચો, દારૂ પ્રકરણમાં માફી માગવા પાઠવી નોટિસ, જુઓ Video
નોટિસમાં જણાવ્યું છે કે ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે.
Banaskantha : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના (Geniben Thakor) કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હવે બનાસકાંઠા SP, દિયોદર DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખ સામે ગેનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે.
આ પણ વાંચો Banas Dairy: બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવ ફેર નફો જાહેર કર્યો, પશુપાલકોને 1852 કરોડ રુપિયા વહેંચાશે Video
આ મામલે વકીલ મારફત ગેનીબેને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડ્યા હોવાની બાબત રજૂ કરીને નોટિસ પાઠવી છે. સાથે જ 30 દિવસમાં મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે ચૂકવી દેવા કહ્યું છે. જો 30 દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો 5 કરોડનો દાવો દાખલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોટિસમાં જણાવ્યા મુજબ ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનીના વળતર સ્વરૂપે 5 કરોડનો દાવો કરવાનું જણાવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
