રસી મુકાવતા સમયે નાના બાળકની જેમ બુમો પાડી રડી પડી મહિલા, જુઓ વિડીયો

રસી મુકાવતા સમયે નાના બાળકની જેમ બુમો પાડી રડી પડી મહિલા, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:31 PM

ઈન્જેકશનની અણી વાળી સોયનો આ ડર બાળકો ઉપરાંત વયસ્કોમાં પણ જોવા મળે છે, જેનો પુરાવો વલસાડની આ મહિલા છે.

VALSAD : રાજ્ય અને સમગ્ર દેશમાં હાલ કોરોના સામે રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં 18 અને તેથી વધુ ઉમરના નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. નાગરિકોને આ રસી ડાબા કે જમણા હાથ પર સિરીંજ એટલે કે ઈન્જેકશન દ્વારા મુકવામાં આવી રહી છે. આવામાં ઈન્જેકશનની સોયને કારણે ડરતા નાગરિકોના કેટલાક વિડીયો વાયરલ થયા છે.

નાના બાળકોને ઈન્જેકશનની સોયથી ડર લાગતો હોય છે આથી જ ક્યારેક તોફાન કરતા બાળકને સમજાવવા માતા કે પિતા ઈન્જેકશન મુકવાની ધમકી આપે છે અને બાળકને ડરાવીને શાંત કરે છે. પણ ઈન્જેકશનની અણી વાળી સોયનો આ ડર બાળકો ઉપરાંત વયસ્કોમાં પણ જોવા મળે છે, જેનો પુરાવો વલસાડની આ મહિલા છે.

વલસાડ શહેરમાં રસી મુકાવતા સમયનો એક મહિલાનો રમુજી વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આશરે 40 વર્ષની એક મહિલા મહિલા કોવિડ વૅક્સીનના ઇન્જેક્શનથી ડરીને બૂમાબૂમ કરતી નજરે પડે છે. આજુબાજુ ઉભેલા લોકોએ મહિલાને ખુરશી પર બેસાડી વૅક્સીન મુકાવી હતી. વેક્સિન ભરેલું ઈન્જેકશન અને તેની સોય જોતા જ આ મહિલાના જાણે રામ રમી ગયા હોય એમ એ ડરી રહી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે એક આરોગ્યકર્મીએ મહિલાના બે હાથ પકડી રાખ્યા છે, તઆવી સ્થિતિમાં તેને રસી મુકવામાં આવી છે.

આ પણ વાંચો : VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

Published on: Dec 12, 2021 12:31 PM
g clip-path="url(#clip0_868_265)">