Valsad: વાપીનો એકમાત્ર રેલવે ઓવર બ્રિજ સમારકામ માટે દોઢ વર્ષ સુધી રહેશે બંધ

વર્ષોથી જે લોકો બ્રિજનો ઉપયોગ કરતા હતા તેઓ બ્રિજ બંધ રહેતા પ્રથમ દિવસે ઘણા મુશ્કેલીમાં મૂકાયા હતા તેમજ ઓવર બ્રિજ બંધ હોવાને કારણે  ટ્રાફિક જામના દ્રશ્યો  પણ સર્જાયા હતા. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 7:30 AM

વલસાડના વાપીમાં સૌથી મહત્વનો અને એક માત્ર રેલવે ઓવરબ્રિજ આજથી બંધ કરવામાં આવ્યો છે. રેલવે ઓવરબ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નવા ઓવરબ્રિજના નિર્માણ માટે બ્રિજ બંધ કરાયો છે. પ્રથમ દિવસે બ્રિજ બંધ રહેતા શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક સર્જાયો હતો. જો કે લોકોની અવર જવર માટે ત્રણ વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉભી કરાઈ છે. નવા બ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે.

જોકે નવો બ્રિજ  બનશે તેટલો સમયે સ્થાનિક લોકોને  અવરજવર માટે મુશ્કેલીનો સાનો કરવો પડશે પરંતુ નવા બ્રિજના નિર્માણથી તેમની કાયમી સમસ્યાનો અંત આવશે. વર્ષોથી જે લોકો બ્રિજનો ઉપયોગ કરતા હતા તેઓ બ્રિજ બંધ રહેતા પ્રથમ દિવસે ઘણા મુશ્કેલીમાં મૂકાયા હતા તેમજ ઓવર બ્રિજ બંધ હોવાને કારણે  ટ્રાફિક જામના દ્રશ્યો  પણ સર્જાયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">