વલસાડ તાલુકા પંચાયત સભ્યની ગુંડાગીરી આવી સામે, જુઓ દબંગાઈના સીસીટીવી વીડિયો
વલસાડમાં કારના શો રૂમના સેલ્સમેનને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વલસાડ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના હોદેદારોની ગુંડાગીરી સામે આવી છે. કાર ચાલકને અન્ય ચાલકે ખર્ચ આપવા બાબતે શોરૂમમાં બોલાચાલી થયા બાદ અન્ય ચાલકે તાલુકા પંચાયત સભ્યને બોલ્યો હતો. જે બાદ સભ્ય શૈલેષ પટેલે કાર શોરૂમ પર આવી સેલ્સમેન સાથે દાદાગીરી કરી મારામારી કરી હતી.
વલસાડ તાલુકા પંચાયત સભ્ય અને પારનેરા ગ્રામ પંચાયતના સભ્યની ગુંડાગીરી સામે આવી છે. પારનેરા ગામે કટારીયા કારના શો રૂમના સેલ્સમેનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
લોખંડના પાઇપ અને બેટથી માર મારવામાં આવ્યો. કાર સાથે થયેલા અકસ્માતને લઈ કાર ચાલક શોરૂમમાં કાર બનાવવા ગયો હતો. કાર ચાલકને અન્ય ચાલકે ખર્ચ આપવા બાબતે શોરૂમમાં બોલાચાલી થયા બાદ અન્ય ચાલકે તાલુકા પંચાયત સભ્યને બોલ્યો હતો.
તાલુકા સભ્ય શૈલેષ પટેલ કાર શોરૂમ પર આવી સેલ્સમેન સાથે દાદાગીરી કરી મારામારી કરી. તાલુકા પંચાયત સભ્ય શૈલેષ પટેલ અને પારનેરા ગામ પંચાયત સભ્ય જય ત્રિવેદી તથા તેમના સાગરીતો દ્રારા સેલ્સમેનને મારમરાયો હતો.
આ પણ વાંચો : વલસાડમાં ડ્રગ્સને લઈ DRI ની મોટી કાર્યવાહી, 3 લોકોની ધરપકડથી ફફડાટ
આ સેલ્સમેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. મારામારીની સમગ્ર ઘટના શોરૂમના સીસીવીમાં કેદ થઈ છે. વલસાડ રૂરલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.