Valsad : વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રેલવે બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન

Valsad : વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રેલવે બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન

| Edited By: | Updated on: Jul 02, 2022 | 7:41 PM

વલસાડના(Valsad) વાપીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 2 કલાકમાં 1.8 ઇંચ વરસાદ પડયો છે.ભારે વરસાદના પગલે રેલવે બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો પરેશાન થયા હતા.

ગુજરાતમાં (Gujarat)  વરસાદી માહોલ જામી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rain)  પડયો છે. જેમાં વલસાડના વાપીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 2 કલાકમાં 1.8 ઇંચ વરસાદ પડયો છે.ભારે વરસાદના પગલે રેલવે બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો પરેશાન થયા હતા..બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાહનો ફસાયા હતા.ઉમરગામમાં 1.4 અને કપરાડામાં 1 ઈંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ પારડીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં 2 , વાપીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ઇસ્ટ અને વેસ્ટના ગરનાળામાં પાણી ભરાયું હતું જેને લઈને વાહનચાલકો અટવાયા હતા.

રાજ્યના કુલ 124 તાલુકામાં મેઘમહેર વરસી

રાજ્યમાં ચોમાસાનું જામી રહ્યું છે. રાજ્યભરમાં હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના કુલ 124 તાલુકામાં મેઘમહેર વરસી છે. રાજ્યમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં વરસ્યો છે. ત્યારે મહિસાગરના વીરપુરમાં પણ 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામ અને વાંસદામાં પોણા 4 ઈંચ વરસાદ, જૂનાગઢ શહેર, વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોમાં પણ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 46 તાલુકામાં 1 ઈંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વિવિધ સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદ વરસતા જ ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ત્યારે શહેરી વિસ્તારના લોકોને વરસાદથી ભરાયેલા પાણીને પગલે મુશ્કેલીઓ વધી છે અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Published on: Jul 02, 2022 07:41 PM