Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video
વલસાડ પોલીસે કરી ધરપકડ

Follow us on

Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video

| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:55 PM

દારુની હેરાફેરી કરતા પારુલ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકીને વલસાડ સિટી પોલીસે તલાશી લેતા જેમાં ત્રણ વિદેશી યુવક અને યુવતી હોવાનુ જણાયુ હતુ.

 

દારુની હેરાફેરી કરતા પારુલ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારને રોકીને વલસાડ સિટી પોલીસે તલાશી લેતા જેમાં ત્રણ વિદેશી યુવક અને યુવતી હોવાનુ જણાયુ હતુ. આ ત્રણેય યુવક અને યુવતી સંઘ પ્રદેશ દમણથી આવતા હોવાનુ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ.આ ત્રણેય વિદ્યાર્થીઓ પાસે 27 હજાર રુપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

વલસાડ પોલીસે દારુનો જથ્થો જપ્ત કરીને કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. વલસાડ પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેઓ મૂળ નાઈઝીરીયન હોવાનુ પણ પોલીસ તપાસમાં ખૂલ્યુ હતુ. એક યુવતી અને બે યુવકો મળીને પોલીસે ત્રણની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ દારુનો જથ્થો લઈને વડોદરા જઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલીસે હાલમાં નશા સાથે ડ્રાઈવિંગ કરનારાઓને ઝડપવા માટે ઝૂંબેશ ચલાવી છે અને જે દરમિયાન આ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાઈ આવ્યા છે.

 

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો