Valsad Rain : વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી – જુઓ Video

|

Jun 30, 2024 | 12:40 PM

વલસાડમાં મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે વલસાડના વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વલસાડના વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ,રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પહેલા વરસાદે વાપી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અંડરપાસ બંધ કરાયો

ભારે વરસાદ વરસવાના પગલે વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video