Valsad News : લારી સંચાલક પાસેથી લાંચ લેવા બાબતે પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટરની ACB એ કરી ધરપકડ, જુઓ Video

|

Oct 08, 2023 | 6:54 PM

સરકારી હોદ્દાનો દૂર ઉપયોગ કરવા બદલ ACBએ કાર્યવાહી હાથ ધરતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ ACBની ટીમે નગર પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશ ચૌહાણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લારી ધારકો પાસે આડકતરી રીતે નાણાં ઉઘરાવવની વાતને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.

વલસાડ નગર પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટરની Acb એ ધરપકડ કરી છે. વર્ષ 2022માં લારી સંચાલક પાસેથી રૂ.2000 ની માંગેલી લાંચની થયેલી ફરિયાદમાં તથ્યતા જણાતા ACBની ટીમે એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશ ચૌહાણની ધરપકડ કરી છે. દબાણ માં આવતી લારી સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે લાંચ  માગી હતી.

આ પણ વાંચો : Valsad Crime: સુરત શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર નશાના સોદાગરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા, જાણો સમગ્ર ગાંજાની તસ્કરીની ઘટના, જુઓ Video

સરકારી હોદ્દાનો દૂર ઉપયોગ કરવા બદલ ACBએ કાર્યવાહી હાથ ધરતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો વલસાડ ACBની ટીમે નગર પાલિકાના એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મહેશ ચૌહાણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી બાબુઑ અવાર નવાર આ પ્રકારે લોકોને ભેળવીને અને દબાણ કરી  પૈસા પડાવતા ઝડપાયા છે. જ્યારે વલસાડમાં આ જ પ્રકારે વધુ એક એન્ક્રોચમેન્ટ ઇસ્પેક્ટરની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે દબાણમાં આવતી લારી સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે લાંચ માગી હતી.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:53 pm, Sun, 8 October 23

Next Video