Valsad : મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા બે મીટર ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

|

Jul 27, 2023 | 1:29 PM

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

Valsad : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ (Madhuban Dam) પણ છલકાયો છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જેને કારણે દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.

આ પણ વાંચો Rain News : વલસાડમાં જીવના જોખમે નદી પાર કરી વાલીઓ બાળકોને મોકલી રહ્યા છે શાળાએ, જુઓ Video

નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વલસાડના 13 ગામ, દાદરાનગર હવેલીના 14 ગામ અને દમણના 10 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે રોડને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના પંચાયતના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video