Valsad : કોલેજમાં પેપર લીકનો મુદ્દો, ખોટા આક્ષેપ અને ગેરવર્તન મુદ્દે પ્રોફેસરે આચાર્યને કરી અરજી, જુઓ Video

|

Oct 05, 2023 | 6:16 PM

વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર લીકના મુદે ખોટા આક્ષેપો અને ગેરવર્તન મુદ્દે પ્રોફેસરે આચાર્યને અરજી કરી છે. પ્રોફસર હેમરાજે વિદ્યાર્થીઓ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી. મહત્વનુ છે કે પ્રોફેસરે પેપર લીક કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. વિદ્યાર્થીઓએ પ્રોફેસર સાથે ગેરવર્તન કર્યા હોવાની ફરિયાદ થઈ હતી. જેમાં B.Comનું સેમ 5નું ઈન્ટરનલ પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક થવા મુદ્દે હવે પ્રોફેસરે આચાર્યને અરજી કરી છે. ખોટા આક્ષેપો અને ગેરવર્તન મુદ્દે પ્રોફેસરે વિદ્યાર્થીઓ વિરુદ્ધ અરજી કરી. મહત્વનું છે કે B.Com સેમ 5નું ઈન્ટરનલ પરીક્ષાનું પેપર લીક થયું હતું. એકાઉન્ટનું પેપર લીક થતા કોલેજમાં હોબાળો થયો હતો.

પેપર લીક થવાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને વિદ્યાર્થીઓએ પ્રોફેસરે પેપર લીક કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે પ્રોફસર હેમરાજે વિદ્યાર્થીઓ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી છે. પ્રોફેસરે વિદ્યાર્થીઓએ તેની સાથે ગેરવર્તન કર્યા હોવાની ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : Valsad: શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં રોષ, કોલેજમાં સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો, જુઓ Video

મહત્વનુ છે કે અગાઉ કોલેજના પ્રિન્સીપાલે દાવો કર્યો હતો કે આ પેપર વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું હતું. જેથી કોઈ વિદ્યાર્થીનું જ આ કામ છે. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ઘટનાના CCTV સામે આવતા મામલો વધુ બીચક્યો હતો.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video