વલસાડ : ભારે પવન સાથે ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયો

|

Jun 22, 2024 | 11:27 AM

વલસાડ : હવામાન વિભાગ ની આગાહી સાચી પડતા વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. 

વલસાડ : હવામાન વિભાગ ની આગાહી સાચી પડતા વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી.

વલસાડ ના પારડીસાંઢપોર, ગુંદલાવ, ઘડોઈ,ગોરવાળા,પાલણ,કલવાડા,સરોણસહિતના ગામોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો.

વલસાડ ખેરગામ રોડના નવીનીકરણ માટે રસ્તો પોહળો કરવામાં આવતા વરસાદી પાણીની ગટર ઉભરાઈ હતી. અહીં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું.

વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં ચોમાસુ વધુ સક્રિય થવાની સંભાવના છે જેના પગલે વલસાડ ખાતે એનડીઆરએફ ની ટીમ આવી પહોંચી છે.

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video