Valsad : વાપીમાં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં આગ, તમામ માલસામાન બળીને થયો ખાક, જુઓ Video
વલસાડના વાપીમાં ફરી આગનો બનાવ સામે આવ્યો છે. આ વખતે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. જેને લઈ ફાયરની 3 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આ આગની ચપેટમાં 5 જેટલા ભંગારના ગોડાઉન આવ્યા હતા. આગને કારણે ગોડાઉન બળીને ખાક થયુ હતું. ડુગરી ફળિયા ખાતેના ગોડાઉનમાં આ સમગ્ર ઘટના બની છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપીના ડુંગરી ફળિયામાં આગ લાગી હતી. ડુંગરી ફળિયા ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ 3 જેટલા ભંગરના ગોડાઉનમાં આગ લાગી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી.
આ પણ વાંચો : Valsad : ગઠિયાએ મહિલાને વાતમાં ભેળવી ચેન અને સોનાની બંગડી લઈ થયો ફરાર, જુઓ Video
આગની આ ઘટનાની જાણ વાપી ફાયરની ટીમને થતા સમગ્ર ટીમ સ્થળ પર પહોંચી હતી. વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટનાને લઈ ફાયરની 3 થી વધુ ગાડીએ આગને કાબુમાં લીધી. 5 જેટલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને કારણે ગોડાઉન બળીને ખાક થયા હોવાનું પણ સામે આવ્યું હતું. વાપીના ડુગરી ફળિયા ખાતે આવેલ ગોડાઉનમાં આ આગની ઘટના બની હતી.
Published on: Oct 14, 2023 06:11 PM