વલસાડ : રખડતા પશુઓના ત્રાસથી વાહન ચાલકો પરેશાન, જુઓ વીડિયો

|

Jul 19, 2024 | 1:09 PM

વલસાડ: નેશનલ હાઇવે-48 પર રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પશુઓ અકસ્માતનો ભય તો ઉભો કરે જ છે પણ સાથે ટ્રાફિક જામ કરી વાહનચાલકોને સમય અને ઇંધણનો બગાડ પણ કરે છે.

વલસાડ: નેશનલ હાઇવે-48 પર રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પશુઓ અકસ્માતનો ભય તો ઉભો કરે જ છે પણ સાથે ટ્રાફિક જામ કરી વાહનચાલકોને સમય અને ઇંધણનો બગાડ પણ કરે છે.

રખડતા પશુઓ પૈકી રસ્તાની વચ્ચે બેઠેલી ગાયના ટોળાના કારણે 5 જેટલા વાહનોના અકસ્માત સર્જાયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. કાર સામે ગાય આવી જતા ચાલકે અચાનક બ્રેક મારવાની ફરજ પડી હતી. કાર ચાલકે બ્રેક મારતા પાછળથી 4 જેટલી કાર એકબીજા સાથે અથડાઇ હતી. અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

આટલેથી ન અટકતા વાહનચાલકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા વાહનચાલકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને રખડતા પશુઓની સમસસ્યા હલ કરવા માંગ કરી હતી.

Next Video