Valsad: તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી સમિતિમાં ભંગાણ

|

Mar 27, 2022 | 5:11 PM

પાર-તાપી-નર્મદા અને દમણગંગા પીંજલ નદીઓનાં જોડાણ માટે રીવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં 3 મહાકાય ડેમો બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. અને જેનો સર્વે વર્ષ 2010માં એજન્સીએ પૂરો કર્યાનું જણાયું છે.

વલસાડમાં (Valsad) તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (Tapi-Narmada River Link Project)મુદ્દે આંદોલન (Andolan) મામલે આંદોલન ચલાવી રહેલી સમિતિમાં ભંગાણ સર્જાયું છે.સમિતીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો હવે સરકારના સમર્થનમાં આવ્યા છે. પૈખડ ડેમ હટાવો સમિતિના આગેવાનોએ સરકારના પ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં સમિતીના પ્રમુખ, ઉપપ્રમુખે સાચી વાસ્તવિકતા સમજાઈ હોવાની વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે મજબૂત બનવા આ મુદ્દો ઉઠાવ્યો છે.તો બીજી તરફ નાણાં અને ઉર્જા પ્રધાન તેમજ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે આદિવાસીઓને ફરી ખાતરી આપી છે કે, આદિવાસીની એક ઈંચ જમીન પણ નહી જાય. ઉપરાંત આદિવાસીઓને વિસ્થાપિત પણ નહીં થવું પડે.

ડાંગની અંબિકા, ખાપરી અને પુર્ણા નદીઓ પર ભારત સરકારનાં નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા પાર-તાપી-નર્મદા અને દમણગંગા પીંજલ નદીઓનાં જોડાણ માટે રીવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં 3 મહાકાય ડેમો બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. અને જેનો સર્વે વર્ષ 2010માં એજન્સીએ પૂરો કર્યાનું જણાયું છે. ડાંગમાં જો ત્રણ મહાકાય ડેમ બનશે તો 35થી વધુ ગામડા પર અસર પડશે. આ બાબતે આદિવાસી સંગઠનોની સરકાર સમક્ષ માંગણી ઉઠી હતી કે આ મહાકાય ડેમનાં બદલે ડાંગની નદીઓ પર ચેઈન સિસ્ટમમાં નાના ચેકડેમો બનાવી મોટી યોજના પડતી મુકવામાં આવે તો કોઈ નુકસાન કે વિસ્થાપન વગર પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચો : Vadodara: સયાજી હોસ્પિટલમાં શ્રમિક પરિવારની મહિલાના ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી સારવાર કરી નવું જીવન આપ્યું

આ પણ વાંચો : સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Next Video